Showing posts with label મોતીચારો- ડૉ.આઇ.કે.વીજળીવાળા. Show all posts
Showing posts with label મોતીચારો- ડૉ.આઇ.કે.વીજળીવાળા. Show all posts

Wednesday, February 28, 2024

મોતીચારો - ડૉ.આઈ.કે.વીજળીવાળા

                  મોતીચારો                      

 


ડૉ. વીજળીવાળાએ ઇન્ટરનેટના મહાસાગરની ખારાશમાંથી વીણેલા આ પ્રસંગો જાણે ઝીણા સાચા મોતીનું નકશીકામવાળું ઘરેણું હોય એવા સ્વરૂપે આપણને ભાવાનુવાદ કરીને આપ્યા છે. મેડિકલની માહિતી મેળવવા એમણે કરેલ સર્કિંગમાં જ્યાંથી દેખાયા ત્યાંથી એકઠા કરીને આ મોતીઓ આપણને ‘મોતીચારો” પુસ્તકના રૂપમાં આપ્યા છે. મહાસાગરનું મંથન કરીને જાણે કે જિવાડી આપે એવું અમૃત આપણને આપ્યું છે.આ પુસ્તકના પ્રસંગો દૈનિક જિવાતાં જીવન માટે દીવાદાંડી બનીને ધ્રુવતારકની જેમ જનસમાજને દોરે છે. 

આપવામાં આવેલ પ્રસંગો:

  • ભગવાન સાથે વાતચીત
  • પ્રાર્થના
  • તમારી પેરેશૂટ કોણ પૅક કરે છે ખબર છે ?
  • બાળકો અદ્ભુત ધર્મગુરુઓ !
  • ભગવાનની કેક
  • જો.... ... ...!
  • એક કોડિયું..!
  • ભગવાન સાથે ભોજન !
  • જીમના મિત્ર ! !
  • ત્યાં ભગવાન જરૂર હશે..!
  • To Whom It May Concern : જેને લાગતુંવળગતું હોય તેને
  • પુખ્ત અને મોટા હોવામાંથી મારું રાજીનામું !
  • હું એટલું શીખ્યો છું કે....
  • તમે જે લોકોને મળો છો...
  • વિશ્વની સાત અજાયબીઓ
  • કદાચ આવતી કાલની સવાર મારા વગર ઊગે..!
  • પીળાં ગુલાબનાં ફૂલો
  • અદ્ભુત શિક્ષિકા, અદ્ભુત યાદી !
  • એક નાનકડા બાળકની ઑફર..!
  • ચાલો એક ચિઠ્ઠી લખીએ, એક ફોન કરીએ!
  • આગલી હરોળ
  • દીવાલમાં ખીલો
  • મદદની ચીસ સાંભળો. અથવા ઈંટના ઘા માટે તૈયાર રહો!
  • રેતીમાં લખાણ !
  • એક સાદી કસોટી
  • સોનેરી બૉક્સ 
  • પ્રેમ, મહાન પ્રેમ !
  • સુંદર વૃદ્ધત્વ
  • સ્વર્ગનો સ્ટોર !
  • ૨૬ જાન્યુઆરી ૨૦૦૧, શુક્રવાર(ભુજ તેમજ અમદાવાદના ધરતીકંપનો ભયંકર દિવસ)
  • ૧૧મી સપ્ટેમ્બર, જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનાં ટાવર્સ સાથે વિમાનો ટકરાયાં ત્યારે ભગવાન ક્યાં હતા?
  • My spirit is Free!
  • Don't dance so fast

મને ગમેલા પ્રસંગો:

તમારી પેરેશૂટ કોણ પૅક કરે છે ખબર છે ?:

આપણે આપણી જિંદગીમાં કેટકેટલી પેરેશૂટનો ઉપયોગ કરવો પડતો હોય છે તે ક્યારેય વિચારીએ છીએ ખરા? શારીરિક પેરેશૂટ, માનસિક પૅરેશૂટ, આધ્યાત્મિક પેરેશૂટ, લાગણીની પેરેશૂટ વગેરે કંઈકેટલીયે!! આ બધી પેરેશૂટો આપણા માટે પેક કરનારા સૌને આપણે જાણીએ પણ છીએ ખરા? એમનો ક્યારેય ખરા દિલથી આભાર માનીએ છીએ ખરા? આપણા કે બીજા કોઈના માટે પણ સારું કામ કરનારને આપણે અભિનંદન આપીએ છીએ ખરા? નથી લાગતું કે વ્યવહારના તાણાવાણાઓને થોડાક સરખી રીતે ગોઠવવાની જરૂર છે? તો ચાલો, આપણા રોજિંદા જીવનમાં એક વાતનું હંમેશાં ધ્યાન રાખતા રહીએ કે… ‘Who Packs Our Parachute?!! આપણી પૅરેશૂટ કોણ પેક કરે છે?!” 


હું એટલું શીખ્યો છું...

..કે….દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

..કે.પ્રેમમાં પડી એટલે આંખ અને વર્તન બંને હંમેશાં એની ચાડી ખાય છે.

……કે ….તમે મારો દિવસ સુધારી દીધો — એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે. ...કે ...આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

…કે ….દયાળુ અને માયાળુ બનવું તે…ખરા...બનવા કરતા વધારે સારું છે.

...કે ………બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

…કે ….કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

...કે ….આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળટપ્પાં મારી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…કે …દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યાં હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે.

…કે ……જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે!

…કે…આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે!

_કે….પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

_કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.

_કે…દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જે પ્રેમ અને લાગણી ઝંખે છે.

...કે….આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું. .કે.સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

…કે ….મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.

…કે …જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.

.કે ..કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો!

કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ!

કે ….અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજું કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.

…કે …તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે! એમને અંદરોઅંદર જરાય બનતું નથી!

.કે ...બોલેલા શબ્દોને દરેક જણાએ નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે!

..કે ...સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું એક અદ્ભુત ઔષધ છે.

-કે ….નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

કે.દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.

_કે _કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ: એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોવ અને બીજું જો એના જીવનમરણનો સવાલ હોય.

..કે ..અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.

કે સારા મિત્રો અદ્ભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે. તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (પણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે. તમારી નિઃસ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.


તમે જે લોકોને મળો છો...

આપણી જિંદગીમાં કંઈકેટલાય લોકો આવતાજતા રહે છે. પરંતુ હૃદયમાં પોતાનાં પદચિહ્નો તો સાચા મિત્રો જ છોડી જતા હોય છે.

આપણી જાતને સંભાળવા, તમારી જાત સાથે કામ પાડવા તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો, પરંતુ બીજાને સંભાળવા, અન્ય લોકો સાથે કામ પાર પાડવા હૃદયનો ઉપયોગ કરવો.

(To handle yourself use your head, to handle others use your heart!)

Anger અને Danger એ બે શબ્દો વચ્ચે ફક્ત એક જ અક્ષરનો ફેર છે. એટલે ગુસ્સો ક્યારે ભયજનક લિમિટ પસાર કરી જાય તેની ખાતરી હોતી નથી.

કોઈ તમને એક વખત દગો દે તો એ તેનો વાંક છે, પરંતુ જો એ જ વ્યક્તિ બીજી વખત દગો કરે તો એ તમારો વાંક છે.

Yesterday is History, Tomorrow is mystery, Today is a Gift! અર્થાત ગઈકાલ ઇતિહાસ છે, આવતી કાલ રહસ્ય છે, ફક્ત આજ જ એક અમૂલ્ય એવી ભેટ છે.

દુનિયાની સૌથી મોટી કઠણાઈ એ છે કે આવતી કાલની ગાડી, ગઈ કાલના રસ્તા પર આજનો ડ્રાઈવર ચલાવે છે!


ચાલો એક ચિઠ્ઠી લખીએ, એક ફોન કરી!

ક્યારેક અમસ્તા જ ચાલો કોઈકને ચિઠ્ઠી લખી નાખીએ કે.. આજે તમે લોકો અમને ખૂબ જ યાદ આવ્યા!

ક્યારેક બસ અમસ્તા જ કોઈકને ફોન કરીએ અને કહીએ કે… બસ અમસ્તા જ તમને હલ્લો કરવા, તમારો અવાજ સાંભળવા જ ફોન કરેલો!

ક્યારેક બાળપણના કોઈ ગોઠિયાને કે સ્કૂલ કે કૉલેજના કોઈ સહાધ્યાયીને એ સમયે બની ગયેલો કોઈ ખૂબ જ આનંદનો પ્રસંગ લખીએ કે કહી પાડીએ!

આપણે મોટા ભાગે કંઈક અગત્યનું કામ પડે તો જ કોઈકને યાદ કરતા હોઈએ છીએ. એના કરતાં ક્યારેક કંઈ કામ ન હોય તોપણ બસ અમસ્તા જ કોઈકને યાદ કરીએ તો સામી વ્યક્તિને કેટલી બધી ખુશી થશે એ વિચાર કર્યો છે ક્યારેય? અને જો આમ જ આનંદની ક્ષણો અને ખુશીના અવસરોને બધા એકબીજાને વહેંચતા રહેશે તો આ નાનકડી દુનિયાને આનંદનું ઉપવન બનતાં કેટલી વાર લાગશે?

તો ચાલો આજે આપણે આવું જ કંઈક કરીએ! કોઈને યાદ કરીએ, કોઈને લખીએ, બસ સાવ અમસ્તા જ!

આગલી હરોળ:

જિંદગી એ તમારું થિયેટર છે.

હંમેશાં યાદ રાખો કે તમે તમારી આસપાસ રહેલા લોકોને ન જ બદલી શકો, પરંતુ તમે એવા લોકોને જરૂર પસંદ કરી શકો કે જેમની આસપાસ તમે રહી શકો.

You can not change the people around you, but you can certainly change the people you are around!

દિવાલમાં ખીલો:

 ‘બેટા! તેં ઉત્તમ અને અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું? એમાં પડી ગયેલાં કાણાં જોયાં? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું.” 

મદદની ચીસ સાંભળો.. અથવા ઇંટના ઘા માટે તૈયાર રહો:

આ કાચ હંમેશાં એક વાતની યાદ અપાવે છે કે જિંદગીમાં એટલું બધું ઝડપથી ક્યારેય ન ચાલવું કે તમારું ધ્યાન ખેંચવા માટે કોઈને ઈંટનો ઘા કરવો પડે!’…પછી ધીમેથી ઊંડોશ્વાસ લઈને એ કહેતો કે : ‘કાં તો મદદ માટેની ઝીણી ચીસ સાંભળો અથવા તો ઈંટના ઘા માટે તૈયાર રહો!!

રેતીમાં લખાણ:

જ્યારે કોઈ સ્નેહી નજીકની વ્યક્તિ કે મિત્ર આપણને ઠેસ પહોંચાડે કે આપણે લાગણીને ધક્કો લાગે તેવું કૃત્ય કરે ત્યારેઆપણે રેતી પર લખવું જોઈએ, જેથી કરીને ક્ષમાનો પવન એને ભૂસી નાખી શકે. પણ એ જ લોકો જો આપણા માટે કોઈ પણ મોટું કે મદદનું કામ કરે ત્યારે આપણે એને યાદદાસ્તના પથ્થર પર કોતરીને હૃદયના સિંહાસન પર સ્થાપવું જોઈએ. જેથી કોઈ પણ પવન તો શું તોફાનો પણ એને ન મિટાવી શકે...

Don't dance so fast:

Life is not a race

Do take it slower 

Hear the music

 before the song is over. 


Thank You 






Flipped Class Activity: The Waste Land

This blog is written as a task assigned by the head of the Department of English (MKBU), Prof. and Dr. Dilip Barad Sir. Here is the link to ...